ऐक दम सोलिड

👌 डॉक्टर: मरीज को 1 घण्टे पहले लाते तो हम इसे बचा लेते,
पप्पु : साले 10 मिनट पहले तो एक्सिडेंट हुआ, 1 घण्टे पहले क्या जबरदस्ती ठोक लाते…

😡😋😋😋😂😂😂😝😝😝

हिन्दुस्तान में कूछ भी हो सकता है …

😁😁😁😁

जज साहब _ जब तुम्हे पता था!! कि गाड़ी  मंत्री की बीवी  चला रही है.. तो रोड से थोडा दूर रहना चाहिए था! 😡

आदमी : कोन सा रोड साहब ? मै तो खेत में बिडी पी रहा था !  🙏

जज : गिरफ्तार करलो इसे .. धूम्रपान के जुर्म में !! 😂😂😂

ઓવર સ્માર્ટ

એક ફેકટરીમાં કોઈ માણસ નવરા ઊભા ઊભા ડાફોળિયા મારતો હતો.. 
ત્યાં જ ફેક્ટરીનો માલિક આવ્યો: કેટલો પગાર છે તારો?
પાંચ હજાર સાહેબ.
આ લે પાંચ  હજાર. તારો મહિનાનો પગાર. ફરી ક્યારેય મને તારું મોઢું ના દેખાડતો. 

મને અહીં કામ કરનારા લોકો જોઈએ છે, ટાઈમ વેસ્ટ કરનારા નહીં..
માણસના ગયા પછી માલિકે બીજા વર્કરોને પૂછ્યું, કોણ હતો આ મનહૂસ, ક્યા ડીપાર્ટમેન્ટમાં છે?
સાહેબ, એ તો પિઝા ડિલિવરી કરવા આવ્યો હતો..

😄😄😄😂😂

મોરલ : નાની નાની વાતોમાં ઓવર રિએક્ટ થવું નહીં

ચૈત્રમાં લીમડાનો રસ ઉત્તમ

            


 ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ શનિવારથી થયો છે ત્યારે આરોગ્ય પ્રાપ્તિ અને વિશિષ્ટ ઊર્જા પ્રાપ્તિ માટે લીમડાનો મોર અતિ ઉત્તમ માનવામાં આવે છે.આ સાથે જ ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 
                 ચૈત્રમાં લીમડાનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે,  લીમડાને ‘સર્વરોગપરિહારક’ કહેવાય છે એટલે કે તે લીમડાનો મોર વસંત ઋતુનાં ઉત્તરાર્ધમાં એટલે કે ચૈત્ર મહિનામાં તેનાં ફૂલ આવે છે. પરંપરાગત રીતે લીમડાના મોર અને તેનાં કૂમળા પાનનો રસ ચૈત્ર મહિના દરમિયાન લેવામાં આવે તો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેને કારણે ચેપી-સંક્રામક રોગો ઓરી-અછબડા કે પછી વાયરલ પ્રોબ્લેમ કે જેવા કે સ્વાઇન ફ્લૂ, શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓને અટકાવી શકાય છે. વર્ષ દરમ્યાન થતી નાની મોટી બિમારીઓ થી બચી શકાય છે.
                       આ ઉપરાંત, જે મહિલાઓને પ્રસૂતિ થઇ ગઇ હોય તેવી મહિલાઓ પૂર્વકાળમાં ત્રણ દિવસ લીમડાનાં પાનનો રસ લેતી હતી. જેને કારણે તેની પોતાની રોગ-પ્રતિકારક શક્તિ તો વધે જ છે. તેનાથી ધાવણ પણ સારું આવે છે અને સંતાન પણ સ્વસ્થ રહે છે. લીમડાના પાનના રસથી પ્રસવના કારણે ગર્ભાશય વિસ્તૃત થઇ ગયું હોય તો એની મૂળ સ્થિતિમાં આવી જાય છે. આ સાથે જ લીમડાનો રસ પીવાથી ચામડીના દર્દોમાં પણ રાહત મળે છે.